​અલગ અલગ વિષયોની ભાષામા- ‘તું’ અને ‘હું’😉

અલગ અલગ વિષયોની ભાષામા- ‘તું’ અને ‘હું’😉
●ગણિતની ભાષામાં… 

પક્ષ પણ ‘તું’,

સાધ્ય પણ ‘તું’,

અને સાબિતી પણ ‘તું’,

અને તેમાં ગોથાં ખાતો ઠોઠ નિશાળીયો એટલે ‘હું’!
●કેમેસ્ટ્રીની ભાષામાં…

અણું પણ ‘તું’,

પરમાણું પણ ‘તું’,

અને તેમાથી બનતું ઘટક તત્વ એટલે ‘હું’!
ધાતું પણ ‘તું’,

અધાતું પણ ‘તું’,

અને તેની પ્રક્રિયા થઇને મળતું સંયોજન એટલે ‘હું’!
●બાયોલોજીની ભાષામાં…

દિલ પણ ‘તું’,

લાગણીનો સંચાર કરતું હાઇપોથેલેમસ પણ ‘તું’,

અને હાઇપોથેલેમસથી દિલ સુધી સતત લાગણીની હેરાફેરી કરતો અંતઃસ્ત્રાવ એટલે ‘હું’!
●ફિઝિક્સની ભાષામાં..

ન્યુટનનાં નિયમો પણ ‘તું’,

આઈન્સ્ટાઈનના નિયમો પણ ‘તું’,

અને એ બન્ને નિયમોની સાબિતી આપવા સતત આડું-અવળું ઘુંચાતુ સ્ટેપ એટલે ‘હું’!
●ઇકોનોમિની ભાષામાં…

રૂપિયો પણ ‘તું’,

ડોલર પણ ‘તું’,

યુરો પણ ‘તું’,

અને તેને સતત સમતોલન રાખવા મથતો ઇકોનોમિસ્ટ એટલે ‘હું’!
●નાગરિકશાસ્ત્રની ભાષામાં…

એમ.એલ.એ પણ ‘તું’,

સાંસદ સભ્ય પણ ‘તું’,

અને એ બન્નેની વધુ સીટથી ચૂંટાયેલો સી.એમ એટલે ‘હું’!
●ભૂગોળની ભાષામાં..

તળાવ પણ ‘તું’,

સરોવર પણ ‘તું’,

ઝરણું પણ ‘તું’,

નદી પણ ‘તું’,

સાગર પણ ‘તું’,

મહાસાગર પણ ‘તું’,

પર્વત પણ ‘તું’,

જંગલ પણ ‘તું’,

ગામડું પણ ‘તું’,

શહેર પણ ‘તું’,

રાજ્ય પણ ‘તું’,

દેશ પણ ‘તું’,

ખંડ પણ ‘તું’,

બધાં જ ગ્રહો પણ ‘તું’,

આ બધું જ સાથે મળીને બનતી આકાશગંગા એટલે ‘હું’!
●ગુજરાતી ભાષામાં…

પહેલું પદ પણ ‘તું’,

બીજું પદ પણ ‘તું’,

અને બન્ને પદ જોડાઈને બનતો સમાસ એટલે ‘હું’!
●અંગ્રેજી ભાષામાં…

સબ્જેક્ટ પણ ‘તું’,

વર્બ પણ ‘તું’,

અને પૂરું વાક્ય સુંદર બનાવવાં વપરાતું વિશેષણ એટલે ‘હું’!
●ચિત્રકલાની ભાષામાં…

પેન્સિલ પણ ‘તું’,

રબર પણ ‘તું’,

શાર્પનર પણ ‘તું’,

અને મિણીયા કલર પણ ‘તું’,

બધાથી બનતું પૂરું ચિત્ર એટલે ‘હું’!
●સાહિત્યની ભાષામાં…

કાગળ પણ ‘તું’,

કલમ પણ ‘તું’,

અને તેનાથી રચાતી કવિતા એટલે  ‘હું’!
અંતે,રાત ઉજાગરા વેઠીને આ બધું લખનાર પણ ‘હું’.😉
By..ભાવિક મેરજા

Advertisements

Thank You…. #HardikPatel

ધી વન એન્ડ ઓનલી “હાર્દિક પટેલ”
.
.
મન ભંવર ઉઠે
તન સિંહર ઉઠે
જબ ખબર ઉઠે
કે આવે………………..હાર્દિક
.
.
”સરદાર પટેલ” થી લઈને “છોટે સરદાર” સુધીનો પાટીદારોનો એક દમદાર, દળદાર, જાનદાર, શાનદાર,  અસરદાર અને આરપાર નિકળી જાય એવો “ધારદાર” ઈતિહાસ છે…..એ ઈતિહાસ એવો છે કે એકવાર “#પટેલ” મનમાં ગાંઠ બાંધી લે પછી સિયાસત હોય કે રિયાસત હોય શાસન અને શાસકના પાયા જો હલબલી ન જાય તો એ કણબીના લોહીમાં ખામી હોય…ભાઈ…ભાઈ…ભાઈ… સિયાસત જ્યારે પરિવર્તન માંગે છે ત્યારે કાં તો #બેરિસ્ટર_વલ્લભ ની જરૂર પડી છે અથવા તો #બેચલર_હાર્દિકની.
.
.
હાર્દિક પટેલ કાલે સુરત લાજપોર જેલમાંથી “#આઝાદ” થઈ અને ગુજરાતને અહંકારી, નીચ, હરામી અને હલકટ ભાજપીયાઓના રાજમાંથી “આઝાદ” કરાવવાની લડાઈ આરંભવા જઈ રહ્યો છે ત્યારે તેને ખુબ ખુબ શુભકામનાઓ. 
.
.
હવે બિન-અનામત સમુદાયોને જણાવવાનું કે ભલે તમે પાટીદારોને હિંસા માટે ખુબ ગાળો આપી હોય, તમે ૨૫-૨૬ ઓગસ્ટના તોફાનો દરમ્યાન હેરાન થયા હોવ, તમને પાટીદાર આંદોલનથી ઈર્ષા થતી હોય, તમને પાટીદારો ન ગમતા હોય, તમે પાટીદારોની અનામતની માંગ સાથે સહમત ન હોવ, તમને પાટીદારો ભીખારી લાગતા હોય, તમે હાર્દિક પટેલના વિરોધી હોવ ભલે બીજું કોઈપણ કારણ હોય પણ પણ પણ જો તમે #EBC સર્ટીફિકેટ કઢાવી લીધું હોય અથવા કઢાવવાના છો તો તમારે પુરી પ્રમાણિકતાથી #પાટીદાર_સમાજ અથવા #હાર્દિક_પટેલનો આભાર મનાવો જ જોઈયે. કેમ કે પાટીદાર અનામત આંદોલન અને ત્યારપછી પોલીસ દમનના બનાવો બાદ જો કોઈએ સરકાર સામે બાથ ભીડી હોય તો એ પાટીદાર સમાજ જ છે બાકી તો અચ્છા અચ્છાની ચડ્ડીઓ હજુંય ભીની જ છે. અનામત માટે મેદાને પડેલા અચ્છા અચ્છા માથી આખર સુધી મજબૂત જંગ લડીને #પાટીદારોએ સાબિત કરી દીધું કે એ કોના વારસદારો છે, બાકી તો પોતાના પૂર્વજોના નામે હજારો લાખો લોકો હવામાં ઉડતા પાંદડાની જેમ ઠેર-ઠેર ઉડતા જોવા મળે છે. સરકારી નોકરીની ઉંમર મર્યાદાનો લાભ મેળવીને જે લોકો એપ્લાય કરવાને લાયક બન્યા હોય એવા રીન્યુ થયેલા યુવાનો સહિત, સ્વાલંબન યોજના અંતર્ગત જેને લાભ મળ્યો હોય એવા નવયુવાનો સહિતના તમામ લોકોએ હાર્દિક પટેલનો આભાર માનવો જોઈયે.

#ThankYou_Hardik  ( હું હાર્દિકનો આભાર માનું છું અને તમે???????)
.
.
અને અનામત સમુદાયમાં આવતા મિત્રોને જણાવવાનું કે ભલે તમે પાટીદારોને હિંસા માટે ખુબ ગાળો આપી હોય, તમે ૨૫-૨૬ ઓગસ્ટના તોફાનો દરમ્યાન હેરાન થયા હોવ, તમને પાટીદાર આંદોલનથી ઈર્ષા થતી હોય, તમને પાટીદારો ન ગમતા હોય, તમે પાટીદારોની અનામતની માંગ સાથે સહમત ન હોવ, તમને પાટીદારો ભીખારી લાગતા હોય, તમે હાર્દિક પટેલના વિરોધી હોવ ભલે બીજું કોઈપણ કારણ હોય પણ પણ પણ તમે એકવાર “પાટીદારો” શા માટે “પાટીદાર” છે એ ઈતિહાસ ચેક કરવા થોડો સમય બગાડજો એટલે ખબર પડી જશે, અને પાટીદારો અનામત શા માટે માંગે છે એ વિચારવાને બદલે ગુજરાતમાં અનામત આધારે ગુજરાત સરકારે કેટલા લોકોને #રોજગારી પુરી પાડી છે અને ગુજરાત નહી પણ ખાલી સુરતના પાટીદારોએ કેટલા લોકોને રોજગારી પુરી પાડી છે એ આંકડો ક્યારેક ચેક કરવા સમય બગાડવો. પાટીદાર સમાજે ગુજરાતને જે આપ્યું છે તેટલું આપવાની કોઈ સરકારની હેસિયત અને ઔકાત બહારની વાત છે. ખેતીમાં, હિરામાં, બ્રાસપાર્ટમાં, જીનિંગમાં, માઈનિંગમાં, કાપડઉદ્યોગમાં, નર્સરીમાં, ગૃહઉદ્યોગમાં, પ્લાસ્ટીકઉદ્યોગમાં, લોખંડઉદ્યોગમાં, કેમિકલ ઉદ્યોગમાં, લાખો કરોડો લોકોને રોજગારી આપી શકવાની તાકાત તો ફક્ત અને ફક્ત પાટીદાર સમાજ જ ધરાવે છે બાકી સરકાર અમુક તમુક હજાર યુવાનોને સાવ પાંચ-દસ હજારનો તલાટી, શિક્ષક કે પોલીસવાળો કે પટ્ટાવાળો, ડ્રાઈવર, બનાવી શકવાથી વિશેષ કંઈ ઔકાત નથી.
.
.
ચાહે કોઈપણ જ્ઞાતિની હોય પરંતુ એક સાથે ૧૦૦ થી લઈને ૫૦૦ અનાથ/નિરાધાર દિકરીઓના બાપ બની તેનો કરીયાવર અને લગ્ન કરાવવા સુધીનો તમામ ખર્ચો પુરો પાડનાર ફકત અને ફક્ત #મહેશ_સવાણી(પાટીદાર) જ કરી શકે બાકી કુંવરબાઈના મામેરાના ૪૦૦-૫૦૦ રૂપિયાની સહાય આપીને સરકાર માઈબાપ બનવા થી વિશેષ હેસિયત ધરાવતી નથી
.
કોઈના ઘરે દિકરી જન્મે પણ ઈની સૌથી વધારે ખુશી જેના ઘરમાં થાય એ પણ #લવજી_બાદશાહ(પાટીદાર) જ હોય જે રાજ્યની દિકરીઓ માટે ૨૦૦ કરોડ રૂપિયા આપી અને લક્ષ્મીસ્વરૂપ દિકરીના ભવિષ્ય માટે #બાદશાહ_બોન્ડ_યોજના અંતર્ગત બોન્ડનું પ્રિમિયમ ભરી શકે બાકી માંયકાંગલી સરકાર તો રૂ.૧૨/- ના જીવનવિમા આપી અને મારી નાખવાના ધંધા અને બેટી બચાવો ના તાયફા કરવાથી વધું ઔકાત નથી.
.
.
સાહેબ….રૂપિયા તો આજકાલ કુતરા પણ કમાઈ જાણે છે, સરકારી સ્ફિનર ડોગ કે ડોગ સ્કવોડના કુતરાઓનો પણ ૮-૯ હજાર રૂપિયા પગાર હોય છે પણ જે માણસ રૂપિયા કમાયા પછી બીજા માટે વાપરી જાણે ને એ ૧૦૦ માંથી ૯૯ પાટીદાર જ હોય. ચાહે વૃક્ષારોપણ હોય, નોટબુક વિતરણ હોય કે પછી રક્તદાન કેમ ન હોય પાટીદારોનો સ્કોર હાઈએસ્ટ જ હોય એમાં કોઈ બે મત ન હોય. ટુંકમાં કહું તો પાટીદારોએ સમાજને શું નથી આપ્યું???? પોતે પૈસા કમાયા છે તો બીજાને પણ રોજગારી પુરી પાડી જ છે ને??? કઈ વસ્તુ એવી છે જે તમાર મનમાં પાટીદારો પ્રત્યે નફરત પેદા કરે છે???? શું એ ચીજ “અનામત” છે????
.
.
અને જો તમે ફક્ત અને ફક્ત “અનામત આંદોલન” માટે થઈને જ “પાટીદારો”ને નફરત કરતા હોવ ને તો તમારે કાલથી જ પાટીદારોને ત્યાં કામધંધે જવાનું બંધ કરી દેવું જોઈયે, પાટીદારો પાસેથી એક પાવલીય લેવાની નહી અને પાટીદારોને પાંચીયુંય આપવાનું નહી એવું કાલથી જ ચાલુ કરી દેવું જોઈયે. પાટીદારોના ખેતરોમાં કે પાટીદારોના હિરાના કારખાનામાં, પાટીદારોની દુકાને, પાટીદારોના પ્લાન્ટમાં કે પાટીદારોના કોઈપણ ધંધામાં નોકરી/મજુરી કરવા જવાને બદલે તમારા હક્કની અનામત આધારે સરકાર પાસેથી તમારા લાયક નોકરી મેળવી લેવી જોઈયે…….ભલામાણસ જે વસ્તુ પાટીદાર આપી શકે તે સરકાર તો શું તેનો બાપ પણ ન આપી શકે એટલું ક્યારેય ભુલવી નહી…….દોસ્ત “પાટીદારો” અમસ્તા અમસ્તા જ “પાટીદારો” નથી પણ આજના પાટીદારોના ઈતિહાસના પાનાઓમાં સખત મહેનતનો ઈતિહાસ હજું જીવે છે, જમીનો અમસ્તી નથી મળી પણ પાટીદારોના વડવાઓ દિવસરાત મજુરીઓ કરીને જમીનમાં લોહી રેડ્યુ છે, અને એ જમીનમાં જ ખપી ગયા છે એનું ફળ આજના પાટીદારોને મળ્યું છે અને આજના પાટીદારો ફક્ત પૂર્વજોના ફળ ખાઈને જ પડ્યા રહેનારા નથી પણ ચાહે ભારત હોય કે અમેરિકા હોય પાટુ મારીને પાણી કાઢવાનું પાટીદારોના લોહીમાં હોય છે અને “સાહેબ” એટલે જ પાટીદારો પાટીદારો હોય છે. પાણી કાઢવાનું પાટીદારોના લોહીમાં હોય છે અને “સાહેબ” એટલે જ પાટીદારો પાટીદારો હોય છે.

હાર્દિક આવે છે…..સ્વાગત છે મરદનું

અનામતની માંગ શા માટે એ વિષય પર ફરી ક્યારેક ત્યાં સુધી થેન્ક યું હાર્દિક.

Courtesy:- ગોપાલ ઇટાલીયા સાહેબ

Maru Kathiyavad

કાઠીયાવાડ એટલે
જ્યાં દારૂ કરતા વધારે તો ચા નો નશો છે..

કાઠીયાવાડ એટલે
એપલ નો ફોન હોય
ને એમાં “સાયબો રે ગોવારીયો”ની
રીંગટોન હોય..

કાઠીયાવાડ એટલે
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ..

કાઠીયાવાડ એટલે
કરકસર અને કંજુસાઈ વચ્ચેની
પાતળી ભેદરેખા ને સમજી ને ચાલતી પ્રજા..

કાઠીયાવાડ એટલે
“જે થાય ઈ ઊખાડી લેજે હોં”
કહેવાવાળા લોકો..

કાઠીયાવાડ એટલે
જ્યાં પાન માવા અને સોડા પછી જ
જમણવાર પૂરો થ્યો ગણાય..

કાઠીયાવાડ એટલે
“એ હાલો…” કહી
કોઈ પણ નાચમાં રાસ રમવાનું શરું કરનારા લોકો ની ભૂમિ..

કાઠીયાવાડ એટલે
જ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ પાછળ ય “કાઠીયાવાડ” કે
“જય માતાજી”
લખેલું જોવા મળે..

કાઠીયાવાડ એટલે
અરબી ઘુખવતો સમુદ્ર
સોમનાથ દાદા ના ચરણ પખાડતો..

કાઠીયાવાડ એટલે
જ્યાં ઘરથી બહાર ગામ જતી વખતે
કહેવામાં આવે છે “આવજો”..

કાઠીયાવાડ એટલે
એક અસીમ સાગર
કે જ્યાંથી તમને બીજું કઈ મળે કે નહિ
પરંતુ પ્રેમ તો અપાર મળશે..

કાઠીયાવાડી એટલે
ભોજન ખાવા અને ખવરાવવામાં પેહલો નંબર..

કાઠીયાવાડ એટલે…
ભાઈ….!! ભાઈ….!!

આવું સે મારું રૂડું કાઠિયાવાડ..

મને ગર્વ છે કે હું કાઠીયાવાડી છું..!!

#kirtanquote #Gujarati #gujju

Pappa

દરેક સંતાનનો પ્રથમ પુરુષ એકવચન એટલે પપ્પા.

મારા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા;
આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા;

હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા;

સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા;

આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે.

આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે.

એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા-
બહારથી કડક અને અંદરથી ભીના ભીના..!

મારો અહમ, મારી બુદ્ધી, મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન , મારી આવડત અને મારૂ આવું ઘણુ બધું જ….
મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.

પપ્પા હંમેશા મહાન જ હોય છે.
બાર સાંધે ને તેર તુટે એવી પરીસ્થિતિ માં પણ ઘર ના બધા સભ્યૉ ને હસતા રાખી ઓશીકા ની આડ માં આંસુ પાડી લૅતુ પાત્ર ઍટલ “પિતા”👨‍👩‍👦‍👦

My Father is my Hero…

World Book Day

જે સ્કૂલ પ્રાઈમરીથી લઇ સેકન્ડરી (કૉલેજમાં આવતા પહેલા) નીચે મુજબનાં સબ્જેક્ટ્સ/ટ્રેઈનિંગને Must Be Compulsory કરી શકે તેને સાચા અર્થમાં મંદિર-મસ્જીદ-‘ગુરુ’દ્વારા-ચર્ચ ગણવું એવું મારું માનવું છે.

૧. યોગ અને મેડિટેશન- (બેઝિકથી એડવાન્સ. બોડી આડું કર્યું હશે તો માઈન્ડ પણ ટટ્ટાર ઉભું રહી શકશે. કૉલેજ પછી પણ.)

૨. સ્પોર્ટ્સ- (દરેક પ્રકારના. જેમાં આગળ વધતા ધોરણે કોઈ એક સ્પોર્ટ્સમાં માસ્ટરી આપોઆપ કેળવાઈ શકે)

૩. સેલ્ફ-ડિફેન્સ- (યેસ ! માનસિક અને શારીરિક કોન્ફિડેન્સનો ધોધ વહેતો થાય એવાં દરેક પહેલું શીખાય પછી ‘દેશભક્તિ’ શું છે એવું કહેવાની પણ જરૂર જ ‘ની પડે’)

૪. આઉટ-સાઈડ એડવેન્ચર્સ- (સાહસિકતા માત્ર ટ્રેઈન કે પ્લેનની મુસાફરીથી નહિ પણ ભોમિયા સાથે ડુંગરા ભમવાથી આવે છે. બચ્ચાએ પેઈન ખમ્યું હશે તો ગેઇન મેળવવાનો આનંદ પણ માણી શકશે.)

૫. સેલ્સ-માર્કેટિંગ- (પિનથી લઇ પિયાનો કેમ વેચી શકાય એની ટ્રેઈનિંગનું બેઝિક શીખવા મળ્યું હશે તો બહાર આવતી વખતે એડવાન્સ મોડમાં પ્લેન વેચવું પણ સામાન્ય થઇ જશે તમારા ‘બાબા’ને) 

૬. લખવાના લખ્ખણ- (પોપટના નિબંધથી લઇ પ્રેમ-પત્ર સુધી કેમ પહોંચવું એની આવડત સ્કૂલમાં જ આવડે પછી કૉલેજમાં આવતા સુધી પ્રાઈમ-મિનીસ્ટર અને પ્રેસિડેંટને પણ કેમ પર્સનલ લેટર લખી મળી શકાય એવું ચુટકીમાં આવડશે. પછી જો કાકા કે મામાય સામેથી તમારી મદદ મેળવવા આવશે એની ગેરેંટી)

૭. વાંચવાની ટેવ: (દેશી હિસાબથી અને રંગીન જોડકણાથી લઇ ગુજરાત અને ભારતના મુખ્ય દરેક લેખકોની બેસ્ટ સેલર્સ સ્કૂલમાં જ વંચાયેલી હોય તેવો અનુભવ કેવો કૂલ લાગે!!! – જેટલી વધુ બૂક્સ/મેગેઝિન્સ વાંચી હશે એટલા ગ્રેડ વધારે, સિમ્પલી દેશી હિસાબ પાછો છેલ્લે પણ)

૮. બોલવા-સાંભળવાની પાકા ઘડા જેવી ટ્રેઈનિંગ- (બાળક સાથે કઈ રીતે ‘વાત’ કરવી અને બાબાજી સાથે કઈ રીતે ‘ચેટ’ કરવી એ આવડી જાય પછી કોલેજમાં આવતી દીપિકા-પ્રિયંકા-સ્કારલેટને કાંઈ બી ચોપડી દેવામાં કોઈની બા પણ નહિ ખીજાય એવો વાતચીતનો આત્મવિશ્વાસ લોહીમાં ભરાયેલો હશે.)

૯. જોવાનો અનુભવ: (દુનિયાની બેસ્ટ બચ્ચેલોકકી ફિલ્મ્સથી લઇ બડે લોગોકી ડોક્યુમેન્ટરીઝ જોઈ લેવાય પછી ઈલોન મસ્ક, ઝકરબર્ગ કે સુંદર પિચાઈની જોડે કૉફીકપ કેમ પીવો એ માટે……..જાવ યાર કશુંયે નહિ કે’વું.)

૧૦. પ્રોગ્રામિંગ-કોડિંગ- (ડેસ્કટોપથી લઇ મોબાઈલ એપ બનાવવાનું તો બીજાં ઘણાં દેશોમાં ગ્રાઇપવોટર પીવડાવી દીધા પછીના સ્ટેજથી જ શરુ થયું છે. હજુયે મોડું નથી થયું. ‘મોદી’ફાય ફોર્સ આવે ઈ પહેલા જ… અત્યારે આ જ ફ્યુચર છે.)

પટેલીક પંચ:
“આજે જાતે ‘પુસ્તક ડે’ ના બદલે કોઈકના માટે ‘પુસ્તક દે’ મનાવીએ તો?”

#gujju #Gujarati #worldbookday

Courtesy :- Murtuza Patel

હનુમાન જયંતી

હનુમાન જયંતી ની ખુબ ખુબ શુભેચ્છાઓ

image

હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો,
જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ.
શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ.
હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા.
આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો..?
તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો.
તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં.
રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા.
શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.

શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો.
તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે…
શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા.
હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા.
તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી.
તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.
શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા.
ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા.
રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે.
શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે,
મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી.
હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા.
જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.

જય શ્રી રામ…. જય બજરંગબલી….

#india #gujarat #hinduism #hanumanji

एक बहु उपयोगी माहिती #ayurveda

આલ્‍ફાલ્‍ફાઃ ચરબીને જડમૂળથી ઓગાળી નાંખતુ અને સંધિવામાંથી કાયમી રાહત આપતું શ્રેષ્‍ઠતમ્‌ ઔષધ

આલ્ફા આલ્ફા એટલે કે….આપણે ત્યાં દેશી ભાષામાં ઓળખોતો રજકો-ગદપ.
ગદપનો રસ મધ સાથે પિવાથી તે સૌથી ઉત્તમ બોડી ટોનીક તરીકે કામ કરે છે

આલ્‍ફાલ્‍ફામાં રહેલા અગણિત ગુણો આજથી ૧૬૦૦ વર્ષ પહેલા આરબોએ પારખ્‍યા અને તેને નામ આપ્‍યું : અલ-ફલ-ફા (સર્વે ખોરાકનો પિતામહ): કાળક્રમે આ ઔષધ દુનિયાભરમાં આલ્‍ફાલ્‍ફા તરીકે સ્‍વીકૃતિ પામ્‍યું થાઇરોઇડ જેવી જટિલ બિમારીમાં તે અદ્દભુત કામ આપે છે. થાઇરોઇડથી પીડાતા દર્દીઓને રોજબરોજના જીવનમાં અનેક મુશ્‍કેલીઓ નડતી હોય છે. આલ્‍ફાલ્‍ફાના નિયમિત સેવનથી તેમની તકલીફો ખાસ્‍સી હદે હળવી થાય છેઃ ગ્રીક અને ચાઇનીઝ વૈદકમાં આલ્‍ફાલ્‍ફાનો ઉપયોગ આર્થરાઇટીસ અથવા ‘વા’નો ઇલાજ કરવા માટે થતો આવ્‍યો છે વા માટે આલ્‍ફાલ્‍ફાથી વિશેષ કોઇ દેશી દવા નથી – તેમાં રહેલું વિટામિન-યુ એક વિરલ અને મુશ્‍કેલીથી પ્રાપ્ત થતું તત્‍વ છે. પેપ્‍ટિક અલ્‍સર સામે તે જબરું રક્ષણ આપે છે. આલ્‍ફાલ્‍ફામાં મોજુદ વિટામીન બી-૬ ત્‍વચાને સારી રાખે છે. પ્રોટિન અને ફેટના મેટાબોલિઝમને દુરસ્‍ત રાખે છે. લિવરનાં ફંકશન માટે ઉપયોગી વિટામીન કે પણ તેમાં છે. આ વિટામીન દિર્ઘાયુ માટે અને જનરલ હેલ્‍થ માટે બહુ ઉપયોગી છે

   નામમાં શું બળ્‍યું છે? એવું મહાપુરૂષોએ પુછયુ છે અને લોકો પણ વારંવાર કહેતા હોય છે કે, નામનું કશું જ મહત્‍વ નથી. પણ આ વાત ‘આલ્‍ફાલ્‍ફા’ નો કિસ્‍સામાં સાચી નથી કારણ કે આલ્‍ફાલ્‍ફામાં તેના નામ પ્રમાણેના ગુણ છે. અરેબિકમાં આલ્‍ફાલ્‍ફાનો અર્થ  થાય છે સઘળા ખાદ્યપદાર્થોનો પિતામહ હા ! આલ્‍ફાલ્‍ફા અકે અરેબિક શબ્‍દ છ. તેનું અસલ નામ છે. અલ-ફુલ-ફા (તમામ ખોરાકનો બાપ) કાળક્રમે આ શબ્‍દ અપભંગ થઇને અંગ્રેજીમાં આલ્‍ફાલ્‍ફા બની ગયો.

   આલ્‍ફાલ્‍ફા એક અદ્દભુત વનસ્‍પતિ છે. ચમત્‍કારીક પૌષ્‍ટિક અને મુલ્‍યવાન વનસ્‍પતિ અગાઉ આપણે અનુભવ્‍યું છે તેમ આપણને આપણા વૈદક પર ઝાઝો ભરોસો નથી એટલે જ પશ્ચિમના વૈજ્ઞાનિકો જયારે આપણા દેશી વૈદક પર મહોર મારે છે ત્‍યારે જ આપણે તેને વધાવીએ છીએ હળદરથી લઇ આમળા અને હાથલા થોરથી શરૂ કરીને ઘઉંના જવારા સુધીની ઉદાહરણો આપણી નજર સમક્ષ છે. આજે આવી બધી વસ્‍તુનું આપણે મુલ્‍ય કરીએ છીએ કારણ કે પશ્ચિમજીએ તેનાં ગુણોનું સમર્થન કર્યુ છે.

   આજે તમે ઇન્‍ટરનેટ આલ્‍ફાલ્‍ફા બેનીફિટસ એટલે ટાઇપ કરીને ગુગલમાં સર્ચ આપોતો ઇન્‍ટરનેટ તમારી સમક્ષ હજજારો પેજ ખોલી આપે છે.આખી દુનિયા આજે સ્‍વીકારતી થઇ છે ક, આલ્‍ફાલ્‍ફા એક એવી વનસ્‍પતિ છે જેમાં અગણિત પોષક દ્રવ્‍યો છ.ે એટલે જ માનવજાત છેલ્લા લગભગ ૧૬૦૦ વર્ષોથી એક સુપરકુડ તરીકે તેનો ઉપયોગ કરતી રહી છ.ે સદીઓ અગાઉ આરબોએ આ વનસ્‍પીતના ચમત્‍કારીક ગુણોને પારખ્‍યા હતા. તેમણે અનુભવ્‍યું કે, આ વનસ્‍પતિ ખાઇને અરબી અશ્વો ખડતલ રહે છ.ે સ્‍વસ્‍થ રહે છે. અને જાણે હવાથી વાતો કરતા હોય તેમ ભાગી શકે છે. પછી અરબસ્‍તાનમાં તેમાં અનેક પ્રયોગો થયા. માનવજાતની વિવિધ બિમારી પર તેનો કેવી રીતે ઉપયોગ થઇ શકે તે અંગે વિસ્‍તૃત અભ્‍યાસ કરાયો, પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પણ એક પ્રયોગો હાથ ધર્યા અને છેવટે આલ્‍ફાલ્‍ફાના અનેકાનેક  ઉપયોગ સામે આવ્‍યા આલ્‍ફાલ્‍ફાનો ઉપયોગ એક રોગપ્રતિકારક તરીકે અને સ્‍વાસ્‍થ્‍ય વર્ધક સુપરફુડ તરીકે તો થઇ જ શકે છે, સાથેસાથે અલગ અલગય બિમારીઓ પર એ અત્‍યંત અસરકારક પરિણામ આપે છે. આલ્‍ફાલ્‍ફાના આવા જ કેટલાક ગુણો વિશે આપણે વાત કરીએ.

   – ગ્રીક અને ચાઇનીઝ વૈદકમાં આલ્‍ફાલ્‍ફાનો ઉપયોગ આર્થરાઇટીસ અથવા ‘વા’નો ઇલાજ કરવા માટે થતો આવ્‍યો છે વા માટે આલ્‍ફાલ્‍ફાથી વિશેષ કોઇ દેશી દવા નથી. વા અને ગાંઠિયો વા એક અત્‍યંત જટિલ બિમારી છે. એલોપથી પાસે તેનો કાયમી, અસરકારક ઇલાજ નથી. આયુર્વેદની મોટા ભાગની દવાઓ તેમાં કામ ચલાઉ રાહત આપે છે. બે-ચાર-છ મહિના સુધી આલ્‍ફાલ્‍ફાનું નિયમિત સેવન કરવાથી આ બિમારીથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

   – આલ્‍ફાલ્‍ફામાં અદભૂત પ્રકારના દર્દશામક તત્‍વો છે જે વાના દુખાવા અને કાયમી રાહત આપે છે વોશિંગ્‍ટન સ્‍ટેટ યુનિવર્સિટી દ્વારા થયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે, વા માટે અને ગાંઠીયા વા માટે આલ્‍ફાલ્‍ફા કરતા વધુ અસરકારક દેશી ઔષધ બીજુ એકપણ નથી. આર્થરાઇટિસ અથવા તો વાના અનેક પ્રકારો છે, આ તમામ પ્રકારોમાં આલ્‍ફાલ્‍ફા જબરદસ્‍ત પરિણામ આપે છે. સંધીવાનો તે કાયમી અને શ્રેષ્‍ઠ ઇલાજ છે.

   – આલ્‍ફાલ્‍ફામાં બેડ કોલેસ્‍ટોરલ દૂર કરવાનો અનોખો ગુણ છે. ખરાબ કોલેસ્‍ટોરસ દૂર કરવાની સાથેસાથે એ ગુડ કોલેસ્‍ટોરલની જાળવી રાખવાનું કાર્ય પણ કરે છે. હૃદયની નળીઓમાં બ્‍લોકેજ એ થવા દેતુ નથી અને કોઇને બ્‍લોકેજ હોય તો એ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. હૃદયના અનપ્રવાહને નિયમિત કરવામાં પણ એ સહાય કરે છે.

   – સ્‍ટેનફોર્ડ યુનિવર્સિટીએ હાથ ધરેલા સંશોધનમાં પુરવાર થયું છે કે, આલ્‍ફાલ્‍ફાની મદદથી પેટનું અલ્‍સર મટાડી શકાય છે. બહુ વિરલ કરી શકાય તેવું વિટામીન -યુ તેમાં મોજુદ છે. તેમાં પ્રત્‍યે અલ્‍સર, કોલાઇટિસ અને ગેસ્‍ટ્રાઇટિસ જેવી સમસ્‍યાઓથી છૂટકારો મેળવી શકાય છે. સ્‍ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનોમાં જાણવા મળ્‍યું હતું કે, વિટામીન-યુની મદદી પેપ્‍ટિક અલ્‍સરના એંશી  ટકા કેઇસમાં દર્દીઓની સફળ સારવાર કરી શકાઇ હતી.

   –  રોજબરોજના જીવનમાં આપણો આહાર એકદમ સમતોલ હોતો નથી. શાકાહારી વ્‍યકિતએ શરીરને તમામ પ્રકારનું પોષણ આપવા માટે પોતાની થાળીમાં રોટલી, લીલુ શાક, સલાડ, દાળ, કઠોળ અને દહીં-દૂધ જેવી અનેક વસ્‍તુઓ આવરી લેવી પડે છે. રોજ કમસે કમ એકાદ-બે ફળો લેવાના રહે છે. ડ્રાયફ્રુટસ લેવા પડે છે. સામાન્‍યતઃ આવું શકય બનતું ની. એટલે જ આપણું શરીર અનેક જરૂરી વિટામિન્‍સ, ખનિજ અને એમિનો એસિડસ વગેરેથી વંચિત રહી જાય છે. આલ્‍ફાલ્‍ફામાં આવા પોષક તત્‍વો ચિક્કાર પ્રમાણમાં છે, તેમાં બહુ મોટી માત્રામાં વિટામિન-એ, બી, ઇ. અને અને વિટામિન કે મોજુદ છે. તેમાં કેલ્‍શીયમ, આયર્ન અને ફોસ્‍ફરસ જેવા ખનિજો પણ મળી રહે છે. પાચન માટેના રેસા તત્‍વો (ફાઇબર) પણ તેમાં છે અને લોહી બનવા માટે જરૂરી એવું કલોરોફિલ (હરિત દ્રવ્‍ય) પણ પુષ્‍કળ પ્રમાણં છે આમ, આપણી થાળીમાં જે ઉપર રહી જતી હોય છે એ કમી આલ્‍ફાલ્‍ફાના સેવન દ્વારા ભરપાઇ થઇ શકે છે.

   –  આલ્‍ફાલ્‍ફાના નિયમિત સેવની શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન-એ મળી રહે છે જે આંખોની દૃષ્‍ટિ માટે ઉપયોગી છે. કોઇપણ પ્રકારની ઇન્‍ફેકશન સામે લડવા માટે એ અતિ ઉપયોગી છે. તેમાં રહેલું વિટામિન ઇ આપણી ત્‍વચાને સૂર્યતાપના રેડિયેશનથી  રક્ષણ આપે છે. હવાનાં પ્રદુષણ સામે મુકાબલો કરીને એ ત્‍વચાને નવજીવન બક્ષે છે. શરીરનાં મસલ્‍સને એ સ્‍વસ્‍થ રાખે છે. હૃદયને રક્ષણ આપે છે. હૃદયની નળીઓનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી રાખવામાં મદદ કરે છે.

   –  તેમાં રહેલું વિટામિન-યુ એક વિરલ અને મુશ્‍કેલીથી પ્રાપ્ત થતું તત્‍વ છે. પેપ્‍ટિક અલ્‍સર સામે તે જબરું રક્ષણ આપે છે. આલ્‍ફાલ્‍ફામાં મોજુદ વિટામીન બી-૬ ત્‍વચાને સારી રાખે છે. પ્રોટિન અને ફેટના મેટાબોલિઝમને દુરસ્‍ત રાખે છે. લિવરનાં ફંકશન માટે ઉપયોગી વિટામીન કે પણ તેમાં છે. આ વિટામીન દિર્ઘાયુ માટે અને જનરલ હેલ્‍થ માટે બહુ ઉપયોગી છે. આલ્‍ફાલ્‍ફામાં એ પણ છે કે, ઇજા પછી રૂઝ લાવવામાં એ લોહી જામવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. એરિપેસન તેમાં રહેલું વિટામીન ડી હાલની મજબુતીમાં અને પેઢાને મજબુત બનાવવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

   – આલ્‍ફાલ્‍ફામાં પ્રોટિનનું પ્રમાણ લગભગ ૧૯ ટકા છે. માંસમાં ને ૧૬.પ ટકા હોય છે, દૂધમાં ૩.૩ ટકા, ઇંડામાં ૧૩ ટકા આસપાસ આમ પ્રોટિનની બાબતમાં તે નોન-વેજ ખોરાક કરતાં પણ આગળ છે. તેમાં ભરપુર માત્રામાં કેલ્‍શિયમ છે, આર્યન, પણ છે જેનાંથી હાલની સ્‍વસ્‍થતા વધે છે, હેમોગ્‍લોબિન વધુ બને છે અને લોહીને ઓકિસજન પણ પુરતો મળી રહે છે. આલ્‍ફાલ્‍ફામાં રહેલું મેગેનિઝ લોહીમાંથી ખાંડનું પ્રમાણ ઘટાડે છે. ડાયાબીટીસ માટે લેવાની દવાઓને તે આપમેળે વધુ અસરકારક બનાવે છે.

   –  મેગેનિઝ ઉપરાંત પણ આલ્‍ફાલ્‍ફામાં પ્રચુર માત્રામાં પોષક દ્રવ્‍યો મોજુદ છે. પોટેશિયમ, ફોસ્‍ફરસ, કલોરિન, સોડીયમ અને સીલીકોન મેગ્નેશિયમ જેવાં તેના દ્રવ્‍યો શરીરને અનેક પ્રકારે મદદ કરે છે. આલ્‍ફાલ્‍ફાની વિશિષ્‍ટતા એ છે કે, તેમાં મૂળિયા જમીનથી છેક દસ-વીસ ફુટ સુધી પહોંચે છે. અને ત્‍યાંથી એ એવા ખનિજો તાણી લાવે છે જે સામાન્‍ય રીતે જમીનની સપાટી પર મળતા નથી. તેથી જ મિરલ્‍સ (ખનિજ) ની બાબતમાં તેનાં જેવું સમૃધ્‍ધ સુપરફુડ ભાગ્‍યે જ બીજું કોઇ હશે.

    –  આલ્‍ફાલ્‍ફાનો એક અદ્દભુત ગુણ છેઃ ચરબી ઘટાડવાનો તેમાં એવા તત્‍વો ઠાંસી – ઠાંસીને ભર્યા છે જે ચરબી ઓગાળવામાં મદદ કરે છે. જો તમે ડાયેટિંગ કરતા હો તો આલ્‍ફાલ્‍ફા એ ડાયેટિંગની અસર ચારગણી વધારી દે છે તેનામાં ઓ ભરપુર પોષક દ્રવ્‍યો છે જેનાંથી પેટમાં વધુ પડતી ભૂખ નથી લાગતી. ડાયેટિંગમાં ખોરાક ઓછો લેવાથી ઘણી વખત નબળાઇ આવી જમી હોય છે, સુસ્‍તી જેવું લાગવા માંડે છે. જો ડાયેટિંગની સાથે સાથે આલ્‍ફાલ્‍ફા પણ લેવામાં આવે તો આવી ફરીયાદ રહેતી નથી.

   –  પશ્ચિમમાં થયેલા પરિક્ષણો પરથી સાબિત થયું છે કે, કિડની, મૃતાશય, પ્રોસ્‍ટેટના દરદમાં આલ્‍ફાલ્‍ફા અકસીર નિવડે છે. કિડનીમાં એ પથરી થવા દેતું નથી અને પથરી થઇ હોય તો તેને ઓગાળવાની ક્ષમતા પણ આલ્‍ફાલ્‍ફામાં છે. વધતી ઉમર સાથે યુરિનનો પ્રવાહ ઘટી ગયો હોય તો તેને પણ નિયમિત કરવાની શકિત આલ્‍ફાલ્‍ફામાં છે.

   –  એલર્જીથી પીડાતા કે અસ્‍થમાથી પીડાતા દર્દીઓ માટે આલ્‍ફાલ્‍ફા આશીર્વાદરૂપ સાબિત થાય છે. આવી સ્‍થિતિમાં એ દર્દીને ખાસ્‍સી રાહત પહોંચાડે છે. આલ્‍ફાલ્‍ફામાં રહેલું કલોરોફિલ આવી સ્‍થિતિમાં સાયનસાથે અને ફેફસાને રક્ષણ આપે છે. અને રિકવરીનો સમય, બહુ ઘટાડી નાખે છે.

   –  શરીરમાંથી બેડ કોલેસ્‍ટ્રોલનો નાથવા ઉપરાંત પણ આલ્‍ફાલ્‍ફા હૃદયને અનેક પ્રકારે સ્‍વસ્‍થ રાખે છે. હૃદયની આર્ટરીમાં એ પ્‍લાક જમા થવા દેતું નથી. આલ્‍ફાલ્‍ફામાં એવા વિશિષ્‍ટ ગુણો છે. જેને લીધે હૃદય પોતાનું કાર્ય સરળતાથી કરતું રહે છે.

   – આરબો અને ગ્રિક પ્રજાએ આલ્‍ફાલ્‍ફાને એક પૌરુષવર્ધક ઔષધ તરીકે માન્‍યતા આપી છે. ચાઇનીઝ ઔષધ શાષામાં તો આ બાબતે તેનાં ભરપુર ગુણગાન ગવાયા છે. માત્ર પુરૂષ નહિં,સ્ત્રીની પ્રજજનશકિતમાં પણ એ વધારો કરે છે

   –  થાઇરોઇડ જેવી જટિલ બિમારીમાં તે અદ્દભુત કામ આપે છ.ે થાઇરોઇડથી પીડાતા દર્દીઓને રોજબરોજના જીવનમાં અનેક મુશ્‍કેલીઓ નડતી હોય છે. આલ્‍ફાલ્‍ફાના નિયમિત સેવનથી તેમની તકલીફો ખાસ્‍સી હદે હળવી થાય છે.

   –  લિવરને લગતી બિમારીના પણ આલ્‍ફાલ્‍ફા ઉપયોગી છે. અકાળે ધોળા થતા વાળ કે ખરતા વાળની પણ એ અકસીર દવા છે.

   –  આલ્‍ફાલ્‍ફા ખરા અર્થમાં એક સુપરફુડ છે. એ પ્રોષકદ્રવ્‍યોથી ભરપુર છે અને તેનું સેવન બહુ સરળતાથી કરી શકાય છ.ે શરીરની ગમ્‍મે તેટલી જુની કબજીયાત દુર કરવાની તેમાના ક્ષમતા છે. શરીરના આખા પાચનતંત્રનો કાયાકલ્‍પ કરી ને એ મનુષ્‍યને એક સ્‍વથ્‍ય જીવન આપવા સમર્થ છે.

Courtesy – Jayeshbhai Radadiya
#ayurveda #india #gujarat